મગ એ તુવેર અને ચણા પછી ત્રીજો અગત્યનો કઠોળ વર્ગનો પાક છે. મગમાં ર૦ થી ર૪ ટકા જેટલું પ્રોટીન રહેલું છે. ગુજરાતમાં મગનું વાવેતર અંદાજીત ૨.૩૦ લાખ હેકટરમાં વાવેતર થાય છે. જેમાંથી કુલ ૧.૨૦ લાખ ટન ઉત્પાદન થાય છે. તથા ઉત્પાદકતા પર૬ કિ્લો/હેકટર છે. જે અન્ય દેશોની સરખામણીમાં એ ખૂબ જ ઓછી છે. પરંતુ વધતી જતી વસ્તીને પહોંચી વળવા તથા વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ અનુસાર દરેક વ્યકિતને ઓછામાં ઓછું ૫૦ ગ્રામ કઠોળ પ્રતિ દિન ખાવા માટે મગનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાની ખૂબ જ જરૂરિયાત છે. હાલમાં મગનું વાવેતર સામાન્ય રીતે ચોમાસામાં વધુ થાય છે. પરંતુ પિયતની સગવડતા વધતા, ઉનાળામાં પણ મગનો પાક લેવામાં આવે છે. આ ઉપરાંત મગના મૂળમાં આવેલ મૂળગંડિકા રહેલ રાઈઝોબિયમ નામના જીવાણુ દ્વારા હવામાંનો નાઇટ્રોજન જમીનમાં સિ્થરીકરણ કરવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. મગના પાકને લીલા પડવાશના પાક તરીકે પણ ઉગાડી શકાય છે. અથવા તો એક વખત શીંગો વીણી છોડને જમીનમાં દબાવી લીલો પડવાશ પણ કરી શકાય છે. આમ ટુંકા ગાળાનો આ કઠોળ પાક ઘણું જ મહત્વ ધરાવે છે.
જમીનની તૈયારી:
ગોરાડું, મધ્યમ કાળી તેમજ જે જમીનમાં સેનિ્દ્રય તત્વો વધારે હોય તેવી જમીન મગના પાક માટે વધુ અનુકૂળ આવે છે. ઉનાળુ મગ કરવા માટે જમીનમાં એકરે ૪ થી ૫ ટન સારું કોહવાયેલું છાણીયું ખાતર નાખવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે.
જાતની પસંદગી:
ગુજરાત મગ-૩, અને ગુજરાત મગ-૪, જી.એ.એમ.૫, જી.એમ. દ] જી.એમ. ૭ અને મેહાની ઉનાળુ વાવેતર માટે પસંદગી કરવી જોઇએ
વાવેતર સમય:
ચોમાસું મગનું વાવેતર વરસાદ પડે એટલે તુંરત જ ૧૫ જૂલાઇ સુધી, જયારે શિયાળુ મગનું વાવેતર ૧૫, નવેમ્બર સુધી સામાન્ય રીતે ઉનાળુ મગનું વાવેતર ૨૫ ફેબ્રુઆરી થી ૨૫ માર્ચ સુધીના સમયમાં કરવા થી ઉત્પાદન વધુ મળે છે.
પિયત વ્યવસ્થા:
મગના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે મગના પાકમાં કટોકટીની અવસ્થા એટલે કે ડાળીઓ ફૂટતી વખતે, ફૂલ બેસવાની અવસ્થા અને શીંગોમાં દાણા ભરાય ત્યારે, જમીનમાં ભેજની ખેંચ ન પડે તેની કાળજી રાખી પાકના વિકાસના આ તબકકે ખાસ પિયત આપવાની કાળજી રાખવી. ઉનાળુ મગમાં ૩ થી ૪ પિયત ૧૫-૧૭ દિવસના અંતરે, આપવાથી વધુ ઉત્પાદન મળે છે.
વાવણી અંતર:
વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતર કરેલ વિસ્તારમાં છોડની પૂરતી અને સપ્રમાણ સંખ્યા જાળવવી જોઇએ. વાવેતર ૩૦ થી ૪૫ સે.મી. અંતરે ઓરીને કરવુ. અને એક ચાસમાં બે છોડ વચ્ચે ૧૦-૧૫ સે.મી. અંતર જાળવવું. શિયાળુ ઋતુમાં મગની વાવણી ૩૦ સે.મી. અંતરે ઓરીને કરવું.
આમ છતાં ખેતરની જમીનનો નમૂનો લઇ, જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથક્કરણ કરાવી, તેમાં ભલામણ આવે તે મુજબ ખાતરો આપવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય.
આ પણ વાચો: મગફળીના પાકમાં ધૈણ (મુંડા) નું સંકલિત નિયંત્રણ
ખાતર:
પાયામાં ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે. આ માટે ૨૫૦ કિ.ગ્રા. એસ.એસ.પી. અને ૪૪ કિ.ગ્રા.. યુરિયા અથવા ડી.એ.પી. ૮૭ કી.ગ્રા. અને ૧૦ કિ.ગ્રા. યુરિયા ખાતર આપવું. વાવણી સમયે રાસાયણિક ખાતર ચાસમાં ઓરીને આપવું, ૪૦ કિ.ગ્રા પ્રતિ હેક્ટર સલ્ફર આપવાથી મગનું ઉત્પાદન વધુ થાય છે અને દાણાની ગુણવત્તામાં સુધારો થાય છે. મગના પાકને કોઈપણ સંજોગોમાં વધારે નાઈટ્રોજનયુકત ખાતર આપવું નહીં. વધારે નાઇટ્રોજનથી છોડની વાનસ્પતિક વૃદિ્ધ થાય છે, અને ફુલ પ્રમાણમાં મોડા આવે છે અને ઓછું બીજ ઉત્પાદન મળે છે. મગના મૂળમાં રાઇઝોબિયમ જીવાણુની પ્રવૃતિ્ત થતી હોવાથી છોડ પોતે હવામાંનો નાઇટ્રોજન વાપરવાની શકિત મેળવી લે છે.
આમ છતાં ખેતરની જમીનનો નમૂનો લઇ, જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથક્કરણ કરાવી, તેમાં ભલામણ આવે તે મુજબ ખાતરો આપવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય.
કાપણી અને સંગ્રહઃ
મગની જાત ધ્યાને લઈ મગની વીણી કાપણી કરવી જોઈએ. એકી સાથે પાકી જતી જાતોને શીંગો પાકી જતા કાળી થઈ દાણા કઠણ થતા કાપણી કરી લેવી જોઈએ. જો મગના છોડને જમીનમાં દબાવી લીલા પડવાશનો લાભ લેવો હોય તો છોડમાંથી પ્રથમ શીંગો વીણી છોડને જમીનમાં લોખંડના હળ દ્વારા દબાવી દેવા જોઈએ. શીંગો કે છોડને વીણ્યા/કાપ્યા બાદ ર-૩ દિવસ ખળામાં સુકવી દાણા છૂટા પાડવા માટે ટ્રેકટર કે થ્રેસરનો ઉપયોગ કરવો. દાણા છુટા પાડી સૂર્યના તાપમાં સુકવીને સંગ્રહ કરવો. ઘર વપરાશ માટે સંગ્રહ કરવા માટે મગને પીપમાં કે ડબ્બામાં ભરી ઉપર એક્દમ ઝીણી માટી થી ઢાંકી લેવા. જરૂર પડે મગ ચારણીથી ચાળી કાઢી લેવા ફરી માટીથી ઢાંકી દેવા જેથી કઠોળમાં પડતી દાણાની જીવાતો પડવાની શકયતા ઘણી ઘટી જાય છે. મગને વેચાણ માટે લઈ જતા પહેલા બરાબર સાફ કરી ચારણીથી ચાળી જીણા મગ અલગ પાડી કોથળીમાં પેક કરી વેચાણ માટે લઈ જવાથી વધુ કિંમત મળે.
આવીજ બીજી સાચી અને સચોટ ક્રુષિ માહિતી માટે જોડાયેલા રહો ક્રુષિ મિત્ર સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ આ માહિતી આપો.
[…] આ પણ વાચો: મગની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ […]