જંતુનાશક દવાના સલામત ઉપયોગ અંગે ના ૫ નિયમો

Safe-use-of-Pesticides

૧) દરેક ઉપયોગ વખતે સવધાની રાખો.

૨) ઉત્પાદનનું લેબલ વાચો અને બરાબર સમજો.

૩) પોતાની સ્વચ્છ્તાની સારી આદત પાડો.

૪) સાધનોની યોગ્ય કાળજી અને સારસંભાળ રાખો.

૫) સ્વબચાવ માટે યોગ્ય રક્ષણાત્મક કપડા પહેરો.

૧) દરેક ઉપયોગ વખતે સવધાની રાખો.

  • હંમેશા જંતુનાશક ઉત્પાદનોને બાળક તેમજ પાલતુ પ્રાણીઓની પહોંચથી દુર તાળુ મારીને રાખો.
  • જંતુનાશક દવાની હેરફેર તેમજ સંભાળમાં સાવધાની રાખો, હંમેશા તેને ખાધપદાર્થો તેમજ પ્રાણીઓથી દૂર રાખો.
  • હંમેશાજંતુનાશક દવાનાં ટીનને ત્રણ વખત સાફ કરી, સ્થાનિક રીતે તેનો અસરકારક નિકાલ કરો.
  • છંટકાવ સમયે ટોપી પહેરો અને દિવસે ગરમીના સમયે છંટકાવ કરવાનું ટાળો.
  • પીવા માટે પાણીનો પુરતો જથ્થો સાથે રાખો જે , પાણીની કમીના સમયે ઉપયોગી થશે.

૨) ઉત્પાદનનું લેબલ વાંચો અને બરાબર સમજો:

  • જંતુનાશક દવાના ટીન પરના લેબલ ઉપર ઉત્પાદન દર્શાવવામાં આવેલ જરૂરી અને અગત્યની માહિતી જેવીકે જંતુનાશક દવાની ખાસિયત અને તેના ઉપયોગ વખતે રહેલ જોખમો તેમજ આકસ્મિક સંજોગોમાં રાખવાની યોગ્ય કાળજી દર્શાવેલ હોય છે.
  • હંમેશા લેબલ પરની વપરાશ અંગેની સુચનાઓનો અમલ કરો.(પાક, ઉપયોગની માત્રા તેમજ પાણીનાં જથ્થાની એકમ વિસ્તાર દીઠ જરૂરીયાત)
  • જો તમને લેબલની માહીતી ન સમજાય તો અન્યની મદદ લઇ તેને સમજો.
  • જે લેબલ પર ચિત્રો દર્શાવેલ હોય છે જેનાથી જંતુનાશક દવાઓમાં રહેલા ઝેરની માત્રા વિશે આપેલ રંગીન ફોટોગ્રાફથી સમજી શકાય છે.
  • જંતુનાશક દવાની સમય અવધિ(Expiry date) ચેક કરવી.
  • ઓછી જોખમકારક દવાની પસંદગી કરો અને તેને ખરીદતી વખતે WHO ના વર્ગિકરણ મુજબ કલર સંકેત (ત્રિકોણાકાર) અને કલર રીંગ દર્શાવેલ છે તેને સમજો.
  • દુર્ઘટના નિવારવા માટે લેબલ પર દર્શાવવામાં આવેલ સુચનો વાંચી તેનો અમલ કરો .
  • જંતુનાશક દવાનો વપરાશ કયા પાકમાં કઈ જીવાત માટે ભલામણ કરેલ છે તેની ખાતરી કરવી.
  • સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થાનાં અન્ય ઘટકો સાથે સુસંગતતા ચકાસવી.
  • પાક વીણી કે કાપણીને ધ્યાનમાં રાખીને છંટકાવ કરવો.

જંતુનાશક દવાનાં છંટકાવનો સમય :

  • સવાર કે સાંજના સમયે જ્યારે પવનની ગતિ ધીમી હોય ત્યારે છંટકાવ કરવો.
  • વધુ ગરમી હોય તો ૧૧.૦ થી ૪.૦ ના સમય દરમ્યાન છંટકાવ કરવાનું મુલત્વી રાખવુ.
  • શક્ય હોય તો નિંદામણમાં ફૂલ આવતા પહેલા નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવો.
  • જીવાતનો ઉપદ્રવ ક્ષમ્યમાત્રા કરતા વધુ હોય ત્યારે જ છેલ્લા ઉપાય તરીકે જંતુનાશક દવાનો છંટકાવ કરવો. લીવર ઓપરેટેડ નેપસેક સ્પ્રેયરની મદદથી ભૂમિ છંટકાવ કરતી વખતે પ્રતિ હેક્ટરે પાકનાં કદને ધ્યાનમાં લઈ ૫૦૦ થી ૧૦૦૦ લીટર સુધીનો પાણીનો વપરાશ થાય તેની કાળજી લેવી.
  • ભૂકી રૂપ જંતુનાશક દવાનો છંટકાવ હંમેશા સવારના સમયે જ કરવો. આ માટે માનવશક્તિથી ચાલતા હેન્ડ રોટરી ડસ્ટર કે બેલી માઉન્ટેડ રોટરી ડસ્ટરનો ઉપયોગ કરી શકાય.

) પોતાનીસ્વચ્છતાની સારી આદત પાડો :

  • રસાયણ સાથે કામ કરતી વખતે હંમેશા સ્વચ્છ પાણી મળી રહે તેવી ગોઠવણી કરો.
  • આંખો કે ચામડી પર કોઈ પણ રસાયણ પડે કે સ્પર્શે કે તરત જ તેને ચોખ્ખા પાણીની છાલક વડે ધોઈ નાંખો.
  • પાક સંરક્ષક રસાયણનાં છંટકાવ સમયે કે તેની સાથે કામ કરતી વખતે ખાવુ , પીવુ કે ધુમ્રપાન કરવું જોઇએ નહી . 
  • હંમેશા રસાયણ સાથે કામ કર્યા બાદ તમારા શરીર અને કપડાને ધોઈ નાંખો.
  • દવા છંટકાવ સમયે ઉપયોગમાં લીધેલ કપડાને ધરેલુ કપડાથી અલગ રાખી ધુઓ .
  • રસાયણનો છંટકાવ શરૂ કરતા પહેલા જો તમને સારૂ ન લાગે તો રસાયણ સાથે કામ કરવાનું માંડી વાળો.

) છંટકાવના સાધનોની કાળજી અને સંભાળ :

  • છંટકાવમાં ઉપયોગ લેતા પહેલા છંટકાવના સાધનની ચકાસણી કરો.જો કોઇક જગ્યાયેથી ગળતુ હોય તો વાપરતા પહેલા તેનું સમારકામ કરો.
  • નોઝલ ચોખ્ખી અને અસરકારક કામ કરે છે કે કેમ તેની ચકસણી કરો અને જરૂર જણાયે નોઝલની બદલી કરો .
  • છંટકાવનાં સાધનની ક્ષમતાની વર્ષમાં એક વાર કે તેના વપરાશ મુજબ ચકાસણી કરો.
  • છંટકાવનાં સાધનને વપરાશ બાદ સાફ કરો અને તેને બાળક , ખોરાક અને પાલતું પ્રાણીઓથી સુરક્ષિત રાખો.
  • છંટકાવ કરનાર વ્યક્તિને છંટકાવની વાછટ અને દવા તરફથી આવતા પવનથી દૂર રાખો.
  • વધુ પવનની ગતિ વાળા દિવસે છંટકાવ ટાળો.

) છંટકાવ સમયે યોગ્ય  સંરક્ષક પોશાક અને સાધનો નો ઉપયોગ :

  • જંતુનાશકોના મિશ્રણ અને છંટકાવનાસમયે લેબલમાં દર્શાવેલ ચિત્રોના સુચનો  નો અમલ કરો
  • જુદી જુદી જંતુનાશક દવાઓ અને ઉત્પાદનો મુજબ સંરક્ષણ પોશક અને સાધનોની જરૂરીયાત અલગ અલગ હોય. આમ છતા સામાન્ય સંજોગોમાં લાંબી બાંય વાળુ શર્ટ, લાંબુ પેંટ અને અશોષક પ્રકારનાં પગરખાં કમરથી નીચેની ઉચાઇએ નોઝલ/નાળચા વડે છંટકાવ સમયે પહેરવા જરૂરી અને સલામત છે.
  • મોટી કિનારીવાળી ટોપી સૂર્યના તડકા અને જંતુનાશક દવાના છંટકાવની વાછટ થી રક્ષણ આપે છે.
  • પ્રવાહી જંતુનાશકનાં મિશ્રણ સમયે આંખ અને હાથના રક્ષણની જરૂરિયાત રહે છે જયારે પાવડર સ્વરૂપ જંતુનાશકનાં મિશ્રણ વખતે મોં પટ્ટી/માસ્ક જરૂરી છે.
  • હાથ મોજાને દુર કરતા પહેલા ધુઓ જેથી ચેપ લાગવાથી બચી શકાય.

જંતુનાશકોનો સલામત ઉપયોગ:

૧. જંતુનાશક દવાઓનો સંગ્રહ બાળકો પહોંચી ન શકે તેવી જગ્યાએ અને તાળા-કૂંચીમાં રાખવા.

૨. જંતુનાશક દવાનો ઉપયોગ કરતા પહેલા પેકીંગ પર લખેલી સુચના કાળજીપૂર્વક વાચો.

૩. જંતુનાશક દવાના પેકીંગ પર એક્સપાયરી ડેઈટ તપાસી જુઓ અને એક્સપાયરી ડેઈટ પહેલા જ જંતુનાશક દવાનો ઉપયોગ કરો.

૪. જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરતા પહેલા સ્પ્રેયર સારી હાલતમાં છે કે નહી તે ચકાસી જુઓ. ટપકતા અને તૂટેલા સ્પ્રેયર નો ઉપયોગ કરવો નહી.

૫. જંતુનાશક દવાના પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો. પ્રવાહી મિશ્રણ ઉભરાય નહી તેની ખાસ કાળજી રાખવી.

૬. જંતુનાશક દવાનો છંટકાવ કરતા પેહલા છંટકાવ કરનારે હાથ  મોજાં, માસ્ક, પ્રોટેકટીવ કપડાં, ગોગ્લસ તથા ગમબુટ અવશ્ય પહેરવાં.

૭. વાતાવણ શાંત હોય ત્યારે સવારે અથવા સાંજે જંતુનાશક દવા નો છંટકાવ કરવો.

૮. છંટકાવ સમયે જંતુનાશક દવા શરીર પર ન પડે તેની ખાસ કાળજી રાખવી.

૯. હંમેશા પવનની દિશામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો.

૧૦. જંતુનાશક દવા શ્ર્વાસમાં જતી અટકાવવા લાન્સ તથા નોઝલને વધુ ઉંચાઇએ રાખી છંટકાવ કરવો નહી.

૧૧. જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી પાણી પીતા, જમતા પેહલા, પાન માવો ખાતા પેહલા કે ધુમ્રપાન કરતા પેહલા હંમેશા હાથ‌-મોં સાબુથી ધોવા.

૧૨. જંતુનાશક દવા છાટતી વખતે બેચેની જણાય તો તરતજ છંટકાવ બંધ કરવો અને ડોકટરની સલાહ લેવી.

૧૩. જંતુનાશક દવાના વપરાયેલા ખાલી ડબ્બાનો સંગ્રહ કરવો કે ફરી થી ઉપયોગ કરવો નહી.

૧૪. જંતુનાશક દવાના ખાલી ડબ્બા, બોટલ વગેરે છૂંદીને તોડીને જમીનમાં ઉંડે દાટી દેવા.

૧૫. જંતુનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું. પહેરેલા કપડાં પણ સાબુ-પાણીથી બરાબર ધોવા.

જંતુનાશક દવાના  ઝેરની તીવ્રતા કેવી રીતે જાણશો ?

       જંતુનાશક દવાના પેકીંગ/ડબ્બા ઉપર આપવામાં આવતા ત્રિકોણ ઉપરથી તે દવા કેટલા પ્રમાણમાં માણસ તથા અન્ય પ્રાણીઓ માટે ઝેરી છે તેની ઓળખ કરી શકાય છે.

જંતુનાશક દવાની મારકશક્તિ  પ્રમાણે તેને નીચે મુજબ ચાર ભાગમાં વહેંચવામાં આવેલી છે. 

. લાલ ત્રિકોણ : આ ગ્રુપની દવાઓ અત્યંત જોખમકારક છે. તે વધુ મારકશક્તિ ધરાવે છે. તે હિસાબે મુખ ધ્વારા જો ૧ થી ૫૦ મીલીગ્રામ/કિલો પ્રાણીના વજનના પ્રમાણે લેવાઇ જાય તો પ્રાણી પર અસર થઇ શકે છે. 

૨. પીળો ત્રિકોણ : આ ગ્રુપની દવાઓ જોખમકારક છે. લાલ ત્રિકોણવાળી દવાઓ કરતાં ઓછી મારકશક્તિ ધરાવે છે. તેની અસર ૫૧ થી ૫૦૦ મીલીગ્રામ/કિલો પ્રાણીના વજનના પ્રમાણે મુખવાટે લેવાઇ જાય તો પ્રાણી પર અસર થઇ શકે  છે.

. ભુરો ત્રિકોણ : આ ગ્રુપની દવાઓ ઓછી જોખમકારક છે, અને પ્રમાણમાં સલામત ગણાય છે. તેની માત્રા ૫૦૧ થી ૫૦૦૦ મીલીગ્રામ/કિલો પ્રાણીના વજનના પ્રમાણે મુખવાટે લેવાઇ જાય તો પ્રાણી પર અસર થઇ શકે  છે.

. લીલો ત્રિકોણ : આ ગ્રુપ ની દવાઓ સલામત અને સાધારણ મારકશક્તિ ધરાવે છે. તેની માત્રા ૫૦૦૦ મીલીગ્રામ/કિલો પ્રાણીના વજન કરતાં વધુ પ્રમાણમાં મુખવાટે લેવાઇ જાય તો ઝેરી અસર થઇ શકે છે.

જંતુનાશક દવાઓમાં રહેલાં ઝેરની માત્રા વિશે જાણો

ક્રમદવામાં રહેલ ઝેરની માત્રા મુજબ વર્ગદવાના પેકીંગ પર દર્શાવેલ ત્રિકોણનો રંગરંગ
સલામત(‌‌થોડુ ઝેરી)લીલો
ઓછી જોખમકારક (ઝેરી)ભુરો
જોખમકારક (અતિ ઝેરી)પીળો
વધુ જોખમકારક (અત્યંત ઝેરી)લાલ