કપાસમાં મુખ્ય રોકડીયા પાકોમાં આગવું સ્થાન ધરાવે છે. ખેડૂતો કપાસના પાકને સફેદ સોનુ પણ કહે છે. દેશના અર્થકરણમાં કપાસનો પાક મહત્વનો ભાગ ભજવે છે. કપાસમાં જીડવા કોરી ખાનાર ઈયળો જેવી કે ગુલાબી ઈયળ, કાબરી ઈયળ! અને લીલી ઈયળો મુખ્ય જોવા મળે છે. તેમાં બીટીનું આગમનથતા આ ઈયળોનો નિયંત્રણ થયેલ છે. પરંતુ છેલ્લા બે વરસથી ગુલાબી ઈયળનો ઉપદ્વવ વધતો જાય છે. જેમાં કપાસમાં આવતી ઈયળો ૫ થી ૮૦ ટકાસુધી નુકશાન કરતી જોવા મળે છે. ઈયળોની ઓળખ, તેનું જીીવનચક્ર, નુકશાન અનેનિયંત્રણ માટેના ઉપાયો આપવામાં આવેલ છે.
જીવનચક્ર અને ઓળખ:
ઈંડા અવસ્થા: આ જીવાતનાં ઈંડા ચપટા અને લંબગોળ આકારનાં હોય છે ને કુમળા પાનની નીચેની બાજુએ, કપાસની ફુલ–ભમરી તેમજ કળી અને નાના જીીડવાની રૂવાટી ઉપર એકલ દોકલ અથવા ૨ થી ૧૦ ની સંખ્યામાં જથ્થામાં મુકાતા હોય છે. ઈંડા અવસ્થા ૪ થી ૬ દિવસની હોય છે.
ઇયળ અવસ્થા: નાની અવસ્થાની ઈયળ પીળાશ પડતા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે. જ્યારે મોટી ઈયળ ગુલાબી રંગની હોય છે
કોશેટો અવસ્થા: આ જીવાતનો કોશેટો આછા બદામી રંગનો હોય છે. ઈયળની છેલ્લી અવસ્થા જીીડવામાં રહેલા બે બીજ એક બીજા સાથે ભેગા કરી તેમાં કોશેટોબનાવે છે અને તેમાંથી લગભગ ૬–૨૦ દિવસે ગુલાબી ઈયળનું પુખતબહાર આવે છે.
પુખ્ત અવસ્થા: ફૂંદી ઘાટા બદામી રંગની અને આગળની પાંખો ઉપર કાળા ટપકાં હોય છે જયારે પાછળની પાંખોની ધારો ઉપર વાળની ઝાલર હોય છે. નર અને માદા ફૂંદીનો જીવનકાળ અનુક્રમે ૧૫ અને ૨૦ દિવસનો હોય છે.
ગુલાબી ઈયળનું સંપૂર્ણ જીવન ચક્ર સામાન્ય રીતે ૨૦–૮૦ દિવસનું હોય છે. પરંતુ પાક પુરો થયા બાદ ઈયળો સુષુપ્ત અવસ્થામાં જતાં તેનું જીવન ચક્ર લગભગ ૧૩ થી ૧૪ મહિનાસુધીનું હોય છે.
ગુલાબી ઈયળ દ્વારા વિવિધ અવસ્થાએ થતું નુકશાન:
કળી અવસ્થા: કપાસના કુમળા ભાગ ખાસ કરીને કળી કે ફુલની નજીક મુકેલા ઈંડા સેવાયા પછી બહાર આવેલ નાની અવસ્થાની ઈયળો કમળી કળીઓમાં દાખલ થાય છે અને કળીઓમાંથી ફલ ખીલે ત્યાં સુધી અંદર જીવન વ્યતિતકરે છે.
રોઝેટેડ ફુલ અવસ્થા: કળીમાં દાખલ થયેલ ઈયળ રેશમી તાંતણાઓથી ફુલની પાંખડીઓ અંદરની બાજુઓને જોડી દેતી હોય છે.જેથી પૂર્ણ ખુલતા નથી અને બંધ અવસ્થામાં જોવા મળે છે તેને રોઝેટેડ ફુલ કહેવામાં આવે છે. આવા નુકશાન પામેલા ફુલો સમય જતા ખરી પડે છે.
લીલા જીંડવા અવસ્થા: રોઝેટેડ ફુલમાં રહેલી ઈયળો લીલા જીડવામાં કાણું પાડી અંદર દાખલ થયા બાદ બારીક કાણું પુરાઈ જાય છે. જેની કોઈ નિશાની રહેતી નથી. એટલે ગુલાબી ઈયળથી થતુ નુકશાન બહારથી જોઈ શકાતુ નથી. ઈયળ જીીડવામાં રહેલા એક બીજથી બીજા બીજ સુધી આવવા–જવા માટે રેશમી તાંતણાનું બોગદુ બનાવે છે અને બોગદામાંથી પસાર થતા પોતાની હગાર બહાર કાઢે છે. જેના કારણે જીીડવામાંનો કપાસ બગડે છે.
પૂર્ણ વિકસીત જીંડવા: પુરેપુર નુકશાન પામેલ જીંડવું અર્ધ ખુલેલી હાલતમાં જોવા મળે છે. ઘણીવાર મોટી અવસ્થાની ગુલાબી ઈયળો જમીનમાં કોશેટો બનાવવા જીંડવામાંથી કાણું પાડી બહાર નીકળી જાય છે. જીંડવામાં જોવા મળતા આવા કાંણામાં ફુગ અને અન્ય જીવાતોનો ઉપદ્રવ થતા રૂ ની ગુણવતા બગડે છે, બીજને નુકશાન થાય છે તેમજ રૂ પીલવામાં તેમજ તેલના ઉત્પાદન પર અસર થાય છે.
સંકલિત નિયંત્રણઃ
- ઉનાળમાં ઉંડી ખેડ કરવી.
- શેઢાપાળા પરના નિંદામણો દુર કરવા.
- કપાસની કરાઠીઓને બને ત્યાં સુધી બાળીને નાશ કરવાનો આગ્રહ રાખવો અથવા પાક પુરો થાયા પછી કરાઠીઓને રોટાવેટર દ્વારા જમીનમાં ભેળવી દેવી.
- અગાઉ પુરા થઇ ગયેલા કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કળીઓ, જીંડવા ભેગા કરી બાળીને નાશ કરવા.
- કપાસની છેલ્લી વિણી પછી ખેતરમાં ઘેટાં બકરાં ચરાવવા માટે છુટ્ટા મૂકી દેવા. આમ કરવાથી ઘેટાં બકરાં કપાસના છોડ ઉપરની ઉપદ્રવિત કળીઓ, ખુલ્યા વગરના જડવા તેમજ અપરિપવ ફુલ ચરી જતા હોય છે. અને ગુલાબી ઇયળના અવશેષો ઓછા થાય છે.
- આગલા વર્ષના કપાસનું જીનીંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલા પુરુ કરવું જોઈએ. જીનમાં પ્રોસેસીંગની કામગીરી પુરી થયા બાદ પડી રહેલ કચરાને બાળી નાશ કરવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ઇયળો નાશ પામે છે. જીનીંગ ફેક્ટરીમાં તથા તેની આસપાસ ગુલાબી ઇયળના નર કૂદાને સમુહમાં પકડીને નાશ કરવા માટે ફેરોમોન ટ્રેપ ગોઠવવા.
- ઓક્ટોબર માસનાં અંતથી લઈ કપાસની છેલ્લી વિણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની ફૂર્દી માટેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. મોજણી અને નિગાહ માટે હેક્ટરે ૫ પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને આ ટ્રેપમાં સતત ત્રણ દિવસ સૂધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮-૯ કૂદાં પકડાય તો જંતુનાશક દવાઓ જેવીકે ક્વીનાલફોસ ૨૫ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ફેનવલરેટ ૨૦ ઇ.સી. ૧૦ મિ.લી. અથવા પોલીટ્રીન સી ૪૪ ઇ.સી. ૧૦ મિ.લી. અથવા એમામેક્ટીન ૫ ડબલ્યુ.જી. ૨ ગ્રામ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪:૫ એસ.એલ. ૧૦ મિ.લી. અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮ એસ.સી. ૩ મિ.લી અથવા નોવાલ્યુરોન ૧૦ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ક્લોરાટ્રેનીલીપ્રોલ ૨૦ એસ.સી ૩ મિ. લી. લેખે દસ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી.
- જે વિસ્તારમાં ગુલાબી ઈયળનો વધુ ઉપદ્રવ રહેતો હોય ત્યાં કપાસની વહેલી પાકતી જાતની પસંદગી કરવી.
- નવેમ્બરના પ્રથમ સપ્તાહની શરુઆતથી હેકટરે ૧.૫ લાખ ટ્રાઈકોગ્રામા ભમરી અઠવાડીયાના ગાળે ૫ વખત અને ડિસેમ્બરના પ્રથમ અને બીજા અઠવાડીમાં હેકટરે ૧૦ હજાર પ્રમાણે લીલી પોપટીની ઈયળો છોડવાથી જૈવિક નિયંત્રણનો લાભ લઇ શકય.
નોંધ: જંતુનાશક દવાનો ચટકાવ કરતા પહેલા નજિક ના ક્રુષિ વિજ્ઞાન અથવા તો એગ્રી સેન્ટર થી જાણકારી મેળવી લેવી.
પાક પૂરો થયા બાદ લેવાના પગલા:
- પાક પૂરો થયા બાદ ઉપદ્રવિત ફૂલ, કળીઓ, જીંડવાનો વીણીને નાશ કરવો.
- બળધાપાક અથવા વધારાનો ફાલ લેવાની રીત ટાળવી.
- કપાસનો પાક પૂરો થયા બાદ સૂકાયેલ અને ઉપદ્ર્વિત સાંઠીઓ ઉપાડી શેઢપાળા પર ઢગલા કરવાને બદલે તેનો ભુકો કરી ખાતર બનાવવુ.
સ્ત્રોત: જુનાગઢ ક્રુષિ યુનિવર્સિટી