રાસાયણિક ખેતી છોડો, પ્રાકૃતિક ખેતી અપનાવો! : ગાય આધારીત ખેતી

રસાયણોના આડેધડ ઉપયોગને કારણે, આપણી જમીન નિર્જીવ થવા માંડી છે. તેમાં રહેલા, સુક્ષ્મ જીવાણુઓ/અળસિયાનો લગભગ નાશ થઈ ગયો છે, ઓર્ગેનિક કાર્બન ઘટી ગયો છે. જમીન કઠણ થઈ ગઈ છે, જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે. આમ, બજાર આધારિત રાસાયણિક ખેતીથી જમીનની ઉત્પાદકતા ઘટે છે, જમીન, પાણી, પશુ, મનુષ્ય અને સમગ્ર પર્યાવરણ દૂષિત થાય છે, ખેતી ખર્ચ વધે છે. જેથી ખેતી પોષાતી નથી, ખેડૂતો ખેતી છોડવા મજબૂર બને છે અને ખેતી અને તેને આધારિત ગ્રામ્ય અર્થતંત્ર તૂટી પડે છે. આ ખેતીના વિકલ્પમાં પ્રાકૃતિક ખેતી આવે  છે.

પ્રાકૃતિક ખેતી

ભારતમાં પ્રાચીન કાળથી પ્રાકૃતિક ખેતીની પરંપરા રહી છે. પ્રાકૃતિક ખેતીની વિચારધારા કુદરતની સાથે રહી પ્રવર્તમાન પેઢીની જરૂરિયાતો પુરી કરવાની સાથે જળ, જમીન અને વાતાવરણ જેવા પ્રાકૃતિક સ્રોતોની દેખભાળ, જાળવણી અને સંવર્ધન ઉપર ભાર મૂકે છે. ઉત્પાદનના આ મૂળભૂત ઘટકો પ્રદૂષિત ન થાય અને ભાવિ પેઢીને આપણે સ્વચ્છ અને સુંદર વારસો આપી શકીએ તે માટે આ પ્રાકૃતિક વારસાના જતનની જરૂરત છે. 

  • વ્યાપારી સ્તરની ખેતી સ્થાનિક રીતે ઉપલબ્ધ અને ખેતી આધારિત સંસાધનોનો ઉપયોગ| કરીને ઓછા ખર્ચે કરી શકાય છે. 
  • પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અનુસાર, છોડ હવા, પાણી અને સૂર્યપ્રકાશમાંથી તેમના પોષક તત્વોના ૯૮% પુરવઠા મેળવે છે અને બાકીના ૨ %સારી ગુણવત્તાવાળી માટી દ્વારા પુષ્કળ મૈત્રીપૂર્ણ સુક્ષ્મસજીવો સાથે પરિપૂર્ણ કરી શકાય છે. (જેમ કે જંગલો અને કુદરતી પ્રણાલીઓમાં) 
  • માટીની સક્ષ્મ આબોહવા : માટી હંમેશા કાર્બનિક લીલા ઘાસથી ઢંકાયેલી હોવી જોઈએ, જે હ્યુમસ (જીવદ્રવ્ય)બનાવે છે અને મૈત્રીપૂર્ણ સુક્ષ્મ સજીવોના વિકાસને પ્રોત્સાહન આપે છે. 
  • દેશી ગાય : આ પ્રણાલીને માત્ર ભારતીય જાતિની ગાયમાંથી મેળવેલ ગાયના છાણ અને ગોમુત્રની જરૂર છે. ગાયના છાણ અને પેશાબમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા અને ક્રિયાશીલતા બાબતમાં દેશી ગાય દેખીતી રીતે સૌથી શ્રેષ્ઠ છે. 
  • કલ્ચર : જમીનના માઇક્રોફલોરાને સુધારવા માટે કોઈપણ ખાતરોને બદલે જમીનમાં ‘જીવામૃત’ નામની ખેતી દ્વારા નિર્મિત બાયો-કલ્ચર ઉમેરવામાં આવે છે. 
  • કૂદરતી, ખેત-નિર્મિત જંતુનાશકો જેમ કે દશપર્ણીઅર્ક, નીમાસ, બ્રહ્માસતસ્ત્ર અગન્યાસ્ત્ર, સૂંઠાસ્ત્ર વગેરેનો ઉપયોગ જીવાતો અને રોગોના નિયંત્રણ માટે થાય છે. 
  • નીંદણને આવશ્યક ગણવામાં આવે છે અને તેનો જીવંત અથવા લીલા ઘાસનો આચ્છાદન તરીકે ઉપયોગ થાય છે.

ઘન જીવામૃત બનાવવાની રીત :

પહેલી રીત:

(૧) છાણ : ૧૦૦કિલો (૨) ગોળ : ૨ કિલો (૩) કઠોળ લોટ : ૨ કિલો (૪) માટી : ૧ મૂઠી

જરૂર પ્રમાણે ગૌમૂત્ર નાખવું. પાણી ન નાખવું. છાયામાં સૂકવી દેવું અને સુકાયા બાદ ખાંડીને કોથળીમાં ભરી લેવું. જીવામૃતની જગ્યાએ વાપરવું. ઘન જીવામૃત ૬ મહિના સુધ રાખી શકાય છે.

બીજી રીત : 

  • ૨૦૦કિ. ગ્રા. સખત તાપમાં સુકવેલ, ચાળણીથી ચાળેલ ગાયનું છાણ લઈ તેમને ફેલાવવું. 
  • તેના ઉપર છાણથી દસમા ભાગના તરલ જીવામૃતનો છંટકાવ કરીને બરોબર રીતે ભેળવવું. 
  • આમિશ્રણને ૪૮ કલાક માટે છાયામાં રાખી ત્યારબાદ પાતળા સ્તરમાં સુકવવું. 
  • આ સ્તરને દિવસમાં બે-ત્રણ વખત ઉપર નીચે કરવું.
  • સંપૂર્ણ સુકાય જાય ત્યારે ગાંગડાનો ભુકો કરવો. 
  • ત્યારબાદ શણના કોથળામાં ભરી, જમીનથી ઉપર લાકડાના મેડા ઉપર રાખવું. 

સૂકુંઘન જીવામૃત 

  • ભીના ઘન જીવામુતને તમે છાંયડામાં અથવા હળવા તડકામાં સારી રીતે ફેલાવીને સૂકવી લ્યો.
  • સૂકાયા બાદ તેને ટીપીને બારીક બનાવો અને કોથળામાં ભરીને છાંયડામાં સંગ્રહ કરો. આ ઘનજીવામૃતને તમે સૂકવીને ૬ મહિના સુધી રાખી શકો છો. 
  • સૂકાયા પછી ઘનજીવામૃતમાં રહેલા સૂક્ષ્મજીવ સુષુપ્ત થઇ કોશેટા ધારણ કરે છે. 

ક્યારે અને કેવી રીતે આપી શકાય?

(૧) જમીનની અંતિમ ખેડ પછી કે પહેલા પ્રથમ વર્ષે પ્રતિ એકર ૮૦૦ થી ૧૦૦૦ કિગ્રા પૂંખવું.

(૨) બીજા વર્ષે  ૫૦૦ કિગ્રા અને ત્યારબાદ દર વર્ષે ૨૦૦ કિગ્રા પ્રતિ  એકર વાપરવું. 

(૩) રાસાયણીક ખાતરની જેમ વાવણી વખતે પણ આપી શકાય. 

નોંધ: 

  • વધુ પડતી ઠંડી હોયતો સંગ્રહ કરતી વખતે કોથળાથી ઢાંકવું.
  • વધુપડતો સૂર્ય પ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઈએ.

જીવામૃત બનાવવાની રીત : 

(૧) તાજુ છાણ : ૧૦કિલો

      (નોંધ : ફક્ત દેશી ગાયનું છાણ લેવું)

(૨) ગૌમુત્ર : ૧૦લિટર

(૩) દેશી ગોળ : ૧ થી ૨ કિલો

(૪) કઠોળ લોટ : ૧ થી ૨ કિલો (ચોળી, ચણા, મગઅથવા અડદ)

(૫) શેઢાની માટી : (વડ નીચેની માટી)

(૬) ચોખ્ખું પાણી : ૧૮૦/૨૦૦ લિટર

ઉપરોક્ત બધી જ સામગ્રી/તત્વો પહોળા મોઢાવાળા ૨૦૦ લિટર ક્ષમતા ધરાવતા પ્લાસ્ટીકના પીપ/ટાંકીમાં ભરવી. આ પીપ/ટાંકી છાયડામાં મુકવું તથા મોઢું સુતરાઉ કાપડ/કંતાનથી બંધ કરવું. આ મિશ્રણને દિવસમાં બે વાર એટલે કે સવારે અને સાંજે ઘડિયાળના કાંટાની દિશામાં પાંચ મિનિટ હલાવવું. 

જીવામૃતનું દ્રાવણ ૭દિવસ પછી તૈયાર થઈ જશે.| દેશી ગાયની સામગ્રીનો ઉપયોગ કરવો જેમાં વધારે ક્ષમતા હોય છે. આ રીતે ૨૦૦ લિટર| દ્રાવણ તૈયાર થશે. એક હેકટરે ૫૦૦ લિટર દ્રાવણનો ઉપયોગ ભીની જમીનમાં કરવો. પિયત પાણી સાથે પણ આ દ્રાવણનો ઉપયોગ કરી શકાય.

જીવામૃત વાપરવાની રીત: 

૧. ઝીણાકપડાથી ગાળીને મહિનામાં તેના ૨ થી ૩ છંટકાવ કરી શકાય. એક પંપમાં ૫ ટકાથી ૧૦ ટકા સધી નાખી 

પાક પ૨ દર ૧૫ દિવસે છંટકાવ કરવો. (૧૦ લિટરના પંપમાં ૫૦ થી ૧૦૦મિ.લિ.) 

૨. પાણીના ઢાળિયામાં પણ આપી શકાય. પ્રતિ એકર ૨૦૦ થી ૪૦૦ લીટર જીવામૃત મહિનામાં ૨ થી ૪ વખત ઉપરોકત ત્રણ પૈકી કોઈપણ રીતદ્વારા પાકને આપવું. 

૩. ચોમાસાની ઋતુમાં વરસાદ હોય ત્યારે જીવામૃત પંપમાં ભરી, પંપની નોઝલ ખોલી ઝાડ/છોડના થડની નજીક છંટકાવ કરવો. છંટકાવ પદ્ધતિમાં ૧૦ લીટર પાણીમાં ૧.૫ લીટર જીવામૃત મિશ્રણ નાખી છંટકાવ કરવો. 

૫. જીવામૃત માટે ફુવારા પધ્ધતિ સૌથી ઉત્તમ છે. કારણ કે ફુવારાના પાણી દ્વારા જીવામૃતનો છંટકાવ થાય છે અને વધેલું જીવામૃત જમીનમાં ભળી જાય છે.

૬. જયારે દિવસનું તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સીયસ કે તેનાથી વધારે હોય તો જીવામૃત બપોરના બદલે સવાર કે સાંજ આપવું. 

૭. જીવામૃત ભરેલા બેરલ પર વધુ પડતો સૂર્ય પ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઇએ.

૮. સાત દિવસ બાદ ૧૫ દિવસ સુધી વાપરી શકાય. 

બીજામૃત બનાવવાની રીત : 

બીજામૃત બનાવવા માટે પ કિલો ગોબર + ૫ લીટર ગોમૂત્ર + ૫૦ ગ્રામ ચૂનો, ૨૦ લીટર પાણીમાં મિશ્રણ બનાવી દિવસમાં બે વખત હલાવવું. મુઠી વડે નીચેની માટી/ પાળાની માટી/રાફડાની માટી આ મિશ્રણને કોથળાથી ઢાંકી, રાતભર રાખ્યા બાદ સવારે હલાવી સિ્થર થયા બાદ| ઉપયોગમાં લાઈ શકાય. આ મિશ્રણથી બીજ માવજત આપવી. માવજત આપેલા બીજને છાયામાં સૂકવવા અને ત્યારબાદ વાવેતરમાં ઉપયોગ કરવો. 

વાવણી પહેલા બિયારણને બીજામૃતનો પટ આપવાનીરીતઃ

મગફળી અને સોયાબીન માટે

  • આ બંને પાકની બહારની ફોતરી ખૂબ જ નરમ હોવાથી તેના બીજને પટ આપતી વખતે બીજામૃત ને બદલે ઘન જીવામૃતનો ઉપયોગ ૧૦:૧ ના પ્રમાણમાં કરવો એટલે કે ૧૦કિગ્રા બિયારણ હોય તો ૧ કિગ્રા ઘન જીવામૃત ભેળવવું.

ધાન્ય અને તેલીબીયા પાકો માટે

  • ચોખા, બાજરા, મકાઈ, જુવાર, ઘઉં, તલ, અડસી, સૂર્યમૂખી, કપાસ, કસુંબી વગેરે પૈકી જે વાવવું હોય તે બીજ પાથરીને બીજામૃતનો છંટકાવ કરવો ત્યારબાદ તેને હાથથી બરોબર| મિશ્રકરવું અને તડકા પાસેના છાયડામાં સુકવવું.

કઠોળ વર્ગના પાક માટે

  • મગ, મઠ, અડદ, તુવેર, ચોળા, ચોળી, વાલ, વટાણા, રાજમા કે મેથી જેવા પાકમાં બીજામૃતનો છંટકાવ કર્યાબાદ બે હાથોથી મસળવાને બદલે ફકત આંગળીઓ ફેરવી ધીરેથી ઉપર નીચે કરવું અને તડકા પાસેનાછાયામાં સુકવવું.

કંદમુળ માટે 

  • બટાકા, હળદર, આદુ, કેળ કે શેરડીના વાવેતર માટે તેના કટકા સુંડલામાં લઈ તેને બીજામૃતમાં ૩૦-૪૦ સેકન્ડ માટે ડુબાડીને કાઢયા બાદ વાવવું. 

શાકભાજી માટે

  • બહારથી લીધેલા શાકભાજીના પેકેટને તોડી, પાણીથી ધોઈને બીજામૃતમાં ડુબાડીને વાવવું| જેથી કંપનીનો પટ ધોવાઈ જાય. રોપાના મૂળ બીજામૃતમાં અમુક ૩૦ થી ૪૦ સેકન્ડ માટે ડુબાડીને પછી વાવવાં.

રોપા માટે

  • રોપના મૂળબીજામૃતમાં અમુક ૩૦થી ૪૦સેકન્ડ માટે ડૂબાડીને પછી વાવવા 

આચ્છાદન (મલ્ચીંગ) એટલે કે પાકની વાવણી પહેલા કે પછી બે હાર વચ્ચેની ખુલ્લી જમીનને ઢાંકવા માટે તેના ઉપર કરવામાં આવતો પથારો. આ માટે વિવિધ સામગ્રી પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે, જેના આધારે તેના નીચે જણાવેલ પ્રકારો છે. 

આચ્છાદનના પ્રકાર:

૧. કાષ્ટ આચ્છાદન (વનસ્પતિના અવશેષોનું| આવરણ)

૨. મૃદાચ્છન (માટીનું આવરણ)

૩. સજીવ આચ્છાદન (આંતરપાક અથવા મિશ્ર પાકોનું આચ્છાદન) 

પ્રાકતિક ખેતીમાં આપમેળે થતા આચ્છાદનના ફાયદાઓ નીચે મુજબ છે. 

૧. બીજને પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓથી બચાવવા માટે કુદરતી રીતે આવરણ બને છે. 

૨. સક્ષ્મજીવો અને સ્થાનિક અળસિયાઓને સૂક્ષ્મ આબોહવા દ્વારા સક્રિય કરવા માટે કુદરતી આવરણ બને છે.

૩. ભવિષ્યમાં નવો પાક પેદા કરવા માટે જમીનમાં હ્યુમસનો જથ્થો તૈયાર કરવા માટે અનુકૂળ સિ્થતિનિર્માણ થાય છે.

૪. આચ્છાદનને કારણે બાષ્પીભવન ઓછું થતાં પાણીનો વ્યય અટકાવે છે. 

૫. આચ્છાદનથી વરસાદ દરમ્યાન ઉપરની ફળદ્રુપ જમીનનું ધોવાણ અટકે છે. 

૬. આચ્છાદનનો સંકલિત નીંદણ વ્યવસ્થાપનમાં અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. 

૭. આચ્છાદનથી પાકના મૂળ વિસ્તારમાં દિવસ અને રાતિ્ર સમયના તાપમાનમાં થયેલ બદલાવમાં આચ્છાદનદ્વારા નોંધપાત્રઘટાડો થાય છે.

૮. સેનિ્દ્રય (પાકના અવશેષો) મલ્ચનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે તેમજ જમીનમાં ઉપયોગી સૂક્ષ્મજીવાણુંઓની પ્રવૃતિમાં વધારો થાય છે. 

મિશ્રપાકના સિધ્ધાંતો :

  • જો મુખ્ય પાક એકદળી હોયતો સહયોગી પાક દ્વિદળી હોવો જોઈએ. 
  • જો મુખ્ય પાકના મૂળ ઉડે સુધી જતા હોય તો સહયોગી પાકના મૂળ ઓછી ઉંડાઈ સુધી જતા હોય તેવા પાકની પસંદગી કરવી જોઈએ. 
  • સહયોગી પાકનો જીવનકાળ મુખ્ય પાક કરતા ઓછો એટલે કે અડધો અથવા એક તૃત્યાંશ હોવોજોઈએ.
  • સહયોગી પાકના છોડનો છાયો. મુખ્ય પાકના પાંદડા પર ન પડવો જોઈએ. 
  • સહયોગી પાકઝડપથી વિકાસ પામે અને જમીનને જલદીથી ઢાંકી દે તેવો હોવો જોઈએ. 
  • જો મુખ્ય પાકના પાંદડામાં સૂર્યપ્રકાશ તીવ્રપણે સહન કરવાની શકિ્ત હોય તો સહયોગી પાક છાંયડો પસંદ કરે તેવો હોવો જોઈએ. 
  • પાક પધ્ધતિમાં ખાસ કરીને કઠોળ પાકોનો સમાવેશ થવો આવશ્યક છે.
  • કૃષિ પાકમાં મૂળજન્ય રોગો-સુકારો-છોડ નબળા પડવા જેવા રોગ આવતા હોય, તેવા તમામ પાકો સાથે મિશ્ર પાક તરીકે તીખી, કડવી કે ઝેરી વનસ્પતિ એરંડા, સરસવ, રાઇ., કાળીજીરી, મેથી, અજમા, સુવાદાણા કડવા કોટિંબા કે એવા ઔષઘિય પાકનું વાવેતર કરવાથી મૂળના રોગોનું નિયંત્રણ થતા મુખ્ય પાકની તંદુરસ્તી જળવાય છે. 
  • એક જ વર્ગના અને સમાન કદના બે પાકનું સાથે વાવેતર કરવું નહીં. 
  • પાકવાનો સમય, કદ અને વર્ગથી એક-બીજાના પુરક અને પોષક પાકો બે થી ત્રણ પાકોનું મિશ્રપાક તરીકે વાવેતરથી અવશ્ય વધુ લાભ થાય છે. 

જમીનમાં લાંબો સમય ભેજ ટકી રહે અને જમીન ભરભરી અને પોચી રહે તે પરિસિ્થતિને| વાપ્સાપરિસિ્થત િ કહેવામાં આવે છે. આને કારણે

૧. જમીનમાં જમીનનો ભેજ અને હવાનું સપ્રમાણ જળવાઈ રહે છે. 

૨. આને કારણે પાકને પાણીની ખેંચ વતતી નથી 

૩. જમીન પોચી અને ભરભરી રહેવાને કારણે પાકના મૂળ ઊડ સુધી વિકાસ કરી શકે છે અને જમીનના નીચલા પડમાં રહેલા પોષક તત્વો અને ભેજનો છોડના વિકાસ માટે ઉપયોગ કરી શકે છે.

૪. જમીનમાં ભેજ અને હવાનું સપ્રમાણ જળવાતાં તેમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા અને| કામગીરી વધી છે, જેને કારણે જમીનમાં રહેલાં પોષક તત્વો પ્રાપ્ય અવસ્થામાં ફેરવાય છે અને છોડતેને સહેલાઇથી શોપી શકે છે. 

૫. પોચી અને ભરભરી જમીનમાં કુદરતી રીતે અળસિયાંની વૃધિ્ધ થાય છે અને જમીનમાં સેનિ્દ્રય કાર્બનનું પ્રમાણ વધે છે, જેના પરિણામે જમીનની તંદુરસ્તી વધે છે.

સ્ત્રોત: ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી