હાઈડ્રોપોનિક્સ ફાર્મિંગ (Hydroponics Farming) – ખેતીનું એક નવું અભિગમ

આજના સમયમાં એક તરફ શહેરીકરણ વધવાથી ખેતીલાયક જમીન અને પાણીની અછત ઉભી થઇ રહી છે તો બીજી તરફ જળવાયું પરિવર્તનના કારણે ખેતીમાં મુશ્કિલો ઉભી થવાથી નફાકારક ખેતી કરવું અઘરૂં બનીરહયું છે. આવીપરિસ્થિતિમાં નફાકારક ખેતી કરવા માટે હાઈડ્રોપોનિક્સખેતી (Hydroponics Farming)વિષે જાણવા જેવું છે.

હાઇડ્રોપોનિક્સ ખેતી શું છે?

માત્ર પાણીમાં અથવા રેતી અને કાંકરાની વચ્ચે નિયંત્રિત આબોહવામાં જમીન વગર છોડ/પાક ઉગાડવાની ક્રિયાને હાઈડ્રોપોનિક્સ કહે છે. આ પદ્ધતિમાં છોડ અને ઘાસચારા પાકોને નિયંત્રિતપરિસ્થિતિમાં ૧૫°થી૩૦°સે.તાપમાને લગભગ ૮૦ થી ૮૫% ભેજમાં ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે છોડ/પાક પોતાના જરૂરી પોષકતત્વો જમીનમાંથી લે છે. પરંતુ હાઈડ્રોપોનિકસમાં છોડ/પાક માટે આવશ્યક તત્વો ઉપલબ્ધ કરાવવા માટે એક વિશેષ પ્રકારના માધ્યમનો ઉપયોગ થાય છે. આ માધ્યમમાં જરૂરી ખનીજ અને પોષકતત્વો ભેળવવામાં આવે છે જેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ઉપરાંત ગૌણ અનેસૂક્ષ્મતત્વો યોગ્ય માત્રામાં હોય છે. હાઈડ્રોપોનિક્સસમાં પી. એચ., ઈ.સી, ઓકિ્સજન અને તાપમાનનું યોગ્યનિયંત્રણ કરવામાં આવે છે.

હાઇડ્રોપોનિક્સ ખેતીની ખાસિયતો

  • હાઈડ્રોપોનિક્સપદ્ધતિથી જ્યા જમીનની અછત અથવા તો બિન ઉપજાવ જમીન છે ત્યા ઓછા ખર્ચે છોડ/પાક ઉગાડી શકાય છે.
  • આ પદ્ધતિથી આવશ્યક પોષકતત્વોના માત્ર એક-બે ટીપાની મહિનામાં એકવાર જરૂર પડે છે.
  • પરંપરાગત બાગાયતી પાકોની સરખામણીએ હાઈડ્રોપોનિક્સમાં માત્ર ૨૦% પાણીની જરૂર પડે છે.
  • હાઈડ્રોપોનિક્સખેતીમાં પાણીની ૮0% જેટલી બચત થાય છે.
  • જો આ પદ્ધતિનો મોટા પાયા પર ઉપયોગ કરવામાં આવે તો શાકભાજી પોતાના ઘર અને મોટી ઈમારતો પર ઉગાડી શકાય છે.
  • હાઈડ્રોપોનિક્સથી ઉગાડવામા આવેલ શાકભાજી વધુ પોષ્ટિક, સ્વચ્છ અને સુરક્ષિત હોય છે, કારણકે આ પદ્ધતિમાં જંતુનશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પદ્ધતિમાં ખાતર અને અન્ય રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
  • જમીનની સરખામણીએ હાઈડ્રોપોનિક્સ પદ્ધતિમાં બહુજ ઓછી જગ્યાની જગ્યાની જરૂર પડે છે. જેથી જમીન અને પિયત પરનો દબાવ ઓછો થાય છે.
  • આ પધ્ધતિ દ્વારા સીઝન વગર પણ શાકભાજી વિગેરેની ખેતી કરી શકાય છે.
  • ઉંચી ગુણવત્તા અને વધુ ઉત્પાદન મળે છે.
  • નિયંત્રીત તાપમાનમાં ખેતી થવાથી સિજન વગર ખેતી કરી વધુ ભાવ મેળવી શકાય છે.
  • રોગ જીવાતનો નહીવત ઉપદ્રવ.
  • નિંદામણનું100% નિયંત્રણ.

હાઇડ્રોપોનિક્સપદ્ધતિની મુશ્કેલીઓ અને પડકાર:

  • પરંપરાગત ખેતીની સરખામણીએ આ પદ્ધતિમાં શરૂઆતી ખર્ચ વધુ આવે છે.
  • પાણીનો પંપ અવિરત ચાલુ રાખવા સતત  વીજ પ્રવાહની જરૂર પડે છે.
  • એક વખત રોગ આવે ત્યારે તેનો ફેલાવો ઝડપથી થાય છે.
  • દૈનિક ધ્યાન – દેખરેખ જરૂરી છે.
  • ગરમ વાતાવરણ અને મર્યાદીત ઓક્સીજન પાક ઉત્પાદન પર અસર કરે છે.
  • ખાસ રીતે તૈયાર કરેલાં દ્રાવ્ય પોષક તત્વોનો હંમેશા ઉપયોગ કરવો પડે છે.
  • પાણી જન્ય રોગોનો ફેલાવો થઈ શકે છે.
  • બજાર શોધવાની સમસ્યા બની શકે છે.

હાઇડ્રોપોનિક્સ ખેતીની વિવિધ પધ્ધતિઓ:

. દિવેટ સિસ્ટમ (Wick System)

૨. વોટર કલ્ચર (Water Culture)

૩. ઈબ અને ફલો સિસ્ટમ (Ebb and Flow System)

૪. ડ્રિપ સિસ્ટમ (Drip System)

૫. ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક (NFT)

૬. એરોપોનિક્સ સિસ્ટમ (Aeroponics)

હાઈડ્રોપોનિક્સ ખેતી માટે પાકોની પસંદગી:

એમતો હાઈડ્રોપોનિક્સ (Hydroponics) ખેતીમાં દરેક પાક લઈ શકાય છે છતાં પણ માર્કેટની ડિમાંડ, ઉત્પાદન ખર્ચ અને મળતો ભાવ વગેરે બાબતોનું ધ્યાન રાખીને પાકની પસંદગી કરવી જોઈએ. કોબીજ, ફુલાવર, ભીંડા, રીંગણ, પાલક, ગાજર, મુળા, હળદર, ટામેટા, બટાકા, સ્ટ્રાબેરી, ધાણા અને લીલા મર્ચા જેવા પાક પસંદ કરવા જોઈએ.

હાઈડ્રોપોનિક્સમાં ઉપયોગમાં લેવાતા સાધનો

  • ગ્રોઈંગ ચેમ્બર (અથવા ટ્રે)
  • પાણીનો પંપ
  • ટાઈમર અને ઓક્સિજન ડિટેક્શન સેન્સર
  • પીવીસી પાઈપ્સ
  • pH અને EC

હાઈડ્રોપોનિક્સ ખેતીની ભવિષ્યમાં ઝડપથી વ્રુધ્ધિ થવાની ધારણા છે કારણ કે ધીમે ધીમે જમીનની પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. ખાસ કરીને આપણા દેશમાં દિવસે – દિવસે શહેરોમાં કોંક્રીટના જંગલોનું પ્રમાણ વધતું જાય છે અને વસ્તી પણ વધે છે. આ વધતી વસ્તીની જરૂરિયાતને પહોંચી વળવા માટે તથા પાકની ઉપજ અને ગુણવત્તામાં સુધારો કરવા માટે હાઈડ્રોપોનિક્સ અથવા સોઈલલેસ કલ્ટીવેશન સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહી.

2 thoughts on “હાઈડ્રોપોનિક્સ ફાર્મિંગ (Hydroponics Farming) – ખેતીનું એક નવું અભિગમ”

Comments are closed.