મધમાખી પાલન: ખેતી અને આરોગ્ય બંને માટે વરદાન

         કિટક કે જીવાત શબ્દ સંભાળતાની આથે જ ખેતી પાકોમાં તેમનાથી થતું નુકશાન આંખ સામે દેખાવા લાએ છે પરંતુ ઘના બધા કિટકો અને તેમના દ્વારા બનતી પેદાશો ઘણી બધી ઉપયોગી છે. કૃષિ ક્ષેત્રે ગુજરાત રાજ્ય દેશમાં આગવું સ્થાન ધરાવે છે. ખેતીનો ઉત્તરોત્તર થતો વિકાસ તેમાંથી મળતા ઉત્પાદન પર રહેલોછે. ઉત્પાદનનો અધાર મુખ્યત્વે વિવિધ પાકોમાં થતા પરાગનયનની પ્રક્રિયા ઉપર રહેલો છે. પરાગનાનનું ૯૦ ટકા કામ કીટકો દ્વારા થતું જોવા મળે છે. તેમાંથી ૮૫ ટકા પરાગનયન ફક્ત મધમાખીઓ દ્વારા જ થાય છે. મધમાખીઓ મોટા ભાગના ફળ, શાકભાજી તથા અન્ય પાકોમાં પરાગનયન કરતી જોવા મળે છે.

         મધુપાલન કરતી વખતે પરાગનયનનો સીધો ફાયદો તો થાય જ છે પરંતુ તે દરમ્યાન મળતી વિવિધ પેદાશો જેવીકે મધ અને મીણ ઉપરાંત પ્રોપોલીસ, રોયલ જેલી, બી-પોલન વગેરેનો ઉપયોગ ઘણા બધા રાજ્યોમાં સીધો કે આડકતરી રીતે થાય છે. આ મુખ્ય ઉત્પાદકોમાં બીજા અન્ય ઘટકો ઉમેરીને ઘણી બધી ગૌણ ઉત્પાદકો પણ બનાવવામાં આવે છે, કે જેને વેલ્યુ એડેદ પ્રોડક્સ્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સંપૂર્ણ અથવા આંશિક રીતે પ્રાથમિક ઉત્પાદનોના જ બનેલા હોય શકે છે. આવી રીતે મુખ્ય/પ્રાથમિક ઉત્પાદનોમાં મુલ્ય વૃદ્ધિ કરી મધુપાલનની નફાકારકતામાં વધારો કરી શકાય છે.

                  મધમાખીઓ માનવ જીવન માટે સીધી કે આડકતરી રીતે ખુબ જ ઉપયોગી છે. જેમાંથી મળતી મુખ્ય અને ગૌણ ઉત્પાદકો વિષે સમજ અને તેમનું મહત્વ અહીં દર્શાવવામાં આવેલ છે.

        મધમાખીપાલન ઘણા બધા લોકો માટે એક વેપારી સાહસ છે અને મધ એ મનો મુખ્ય સ્ત્રોત છે. મધને કુદરતી મીઠા પદાર્થ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મધમાખીઓ મુખાનોની મદદથી ફૂલોમાંથી ચુસેલા રસને મધપુડામાં એકત્રિત કરે છે જેને આપણે મધ કહીએ છીએ, જે સૌથી મુલ્યવાન આર્થિક મુખ્ય ઉત્પાદન છે. મધ રંગ વિહિન કે આછા ભુરા રંગનું ચીકણૂ પ્રવાહી છે.

  • ખાંડ (ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અન એસુક્રોઝ) : ૭૫-૮૦ ટકા
  • પાણી : ૧૫-૨૦ ટકા
  • ઉત્સેચકો, વિટામિન અને પોષકતત્વો : ૫-૭ ટકા
  • ગ્લુકોનીક, ફોર્મિક, એસીટીક, બેરીક, મેલિક અને સ્ક્સેનીક એસિડ વગેરેની હાજરીને કારણે મધને તેજાબી તરીકે ઓળખવામાં આવે છે. સૌથી વધુ મુખ્ય ગ્લુકોનીક એસિડ છે જે ડેક્ષટ્રોઝમાંથી આવે છે.
  • મધ એ ખુબ જ પૌષ્ટિક આહાર, સસ્તો અને શ્રેષ્ઠ આહાર ઉપરાંત વિવિધ ઔષધીઓ બનાવવા માટે ઉપયોગી છે.
  • વ્યક્તિથાકે તથા માથુ દુ:ખે છે આવા સમયે મધને પાણીમાં ઓગાળીને પીવાથી થાક અને માથાનો દુ:ખાવો દૂર થઇ તાજગી અને સ્ફૂર્તી લાગે છે ઉપરાંત માનસિક કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે.
  • શુધ્ધ મધને સવારમાં નરણા કોઠે લીંબુના રસ સાથે ભેળવી પીવાથી શરીરની ચરબી ઘટે છે. જેથી વજન ઓછું કરી શકાય છે.
  • શુધ્ધ મધને દુધ સાથે મિશ્ર કરી ઉપયોગ કરવાથી શરીરનું વજન વધારી શકાય છે.
  • દુધ સાથે મધ ભેગું કરી બાળકોને પીવડાવવાથી બાળકોને તંદુરસ્તી સારી રહે છે. બાળકો નિરોગી બને છે. નવા જન્મતા બાળકને પ્રથમ આહાર તરીકે મધ આપવામાં આવે છે.
  • મધને નિયમિત લેવાથી લોહીની અશુધ્ધિઓ દૂર થઇ લોહી શુધ્ધ થાય છે.
  • મધને પાણી સાથે લેવાથી કફ ઘટે છે સાથે શરદી પણ  મટે છે.
  • નિયમિત મધ લેવાથી હાડકા અને સ્નાયુઓનું બંધારણ જળવાઇ રહે છે.
  • હદયની કાર્યક્ષમતા જાળવી રાખે છે અને રોગ પ્રતિકારકતા પણ વધારે છે.
  • ચામડીની મુલાયમતા જાળવવા અને ચહેરા પરના ખીલ મટાડવા ચહેરા પર મસાજ કરવાથી ખીલ દૂર થાય છે અને ચામડીમાં ચમક આવી ચહેરો મુલાયમ બને છે.
  • શુધ્ધ મધ ખાવાથી શરીરમાં સ્ફૂર્તી આવે છે અને શક્તિમાં વધારો થાય છે.
  • પાચનતંત્રને લગતા રોગોના નિવારણ માટે ઉપયોગી છે, જેમકે કબજીયાત મટાડે છે.
  • ખેલાડીઓને ખેલની શરૂઆત પહેલા મધ આપવાથી શરીરમાં તાકાત આવે છે.
  • આંખમાં ગરમીને લીધે નાની નાની ફોલ્લીઓ થાય ત્યારે આંખમાં મધ આંજવામાં આવે તો આંખોની ગરમી દૂર કરી ફોલ્લીઓ મટાડે છે.
  • મધનો પુજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે.
  • મધને ગ્રહણથી ઝાડા સામે રક્ષણ મેળવી શકાય છે.
  • મધનો ઉપયોગ ઘા રુઝાવવા માટે કરવામાં આવે છે કારણ કે મધ જીવાણુશોષક, એન્ટીઓક્સીડન્ટ, સોજાવિરોધી અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. શ્વાસનળીમાં બળતરા ઘટાડી શ્વસંતંત્રને લાભ આપે છે.

                       મધમાંથી બીજી ઘણી મુલ્ય વૃધ્ધિ પેદાશો જેવી કે હની જામ, હની કેન્ડી, હની ચીકી, હની આઇસ્ક્રીમ, હની જેલી, હની ફ્રૂટ જ્યુસ, હની ચોકલેટ, હની સોપ અને હની લેમન સરબત વિગેરે બનાવી શકાય છે. હની જેલી અને હની જામ હની ચીકી હની કેન્ડી હની સોપ

        મધમાખી મધ ઉપરાંત મોટી માત્રામાં મીબ પેદા કરે છે, જે એક સાચું મીણ છે. મીણ એ મધમાખીના કામદાર વર્ગ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. મીણ એ મધમાખીના કામદાર વર્ગની ઉદરની ડાબી બાજુએ આવેલ ચાર જોડી મીણગ્રંથીઓના સ્ત્રાવમાંથી ઉત્પન્ન થાય છે, જે સામાન્ય રીતે મીણ ભીંગ્ડા સ્વરૂઓ સ્ત્રાવ કરે છે.

         સામાન્ય રીતે મીણ હાઇડ્રો કાર્બન, આલ્કોહોલ અને એસિડનો સમાવેશ કરે છે.

  • મીણનો ઉપયોગ મધપુડો બનાવવામં અને મધ કોઠીઓને બંધ કરવા ઉપરાંત માનવી માટે પણ ઉપયોગી છે.
  • મીણનો ઉપયોગ માળા, મીણબત્તી, ફર્નીચર, જુતા, કપડા, ચામડા વગેરેને પોલીશ કરવામાં પણ થાય છે.
  • મધમાખીના મીણમાં વિટામીન “એ” હોય છે જે ત્વચાના વિકાસ માટે ઉપયોગી છે.
  • મધમાખીના મીણમાં ચેપરોધક ગુણધર્મ હોવાથી તેનો ત્વાચાના રોગોના નિયંત્રણ માટે ઉપયોગ થાય છે.
  • મધમાખીના મીણથી સંધીવાના રોગ સામે રાહત મેળવી શકાય છે.
  • મધમાખીના મીણમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે જેવી કે કાર્બન પેપર બનાવવા માટે, ફળોના રક્ષણ માટે મીણનું પડ ચડાવવા, દવાઓની કેપ્સુલ બનાવવા તથા મધપેટીમાં મધપુડાની ફાઉન્ડેશન શીટ બનાવવા ઉપયોગ થાય છે.

                       મધમાખીઓ ફૂલોમાંથી પરાગરજ ભેગી કરી કાસંકોમાં સંગ્રહિત કરે છે અને એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જાય ત્યારે તે તેની સાથે યજમાન છોડની પરાગરજ લઇને ઉડે છે. મધમાખીઓએ ભેગી કરેલી પરાગરજમાં મધમાખીની લાળ પણ મિશ્રિત થયેલી હોય છે. મધામાખીઓની એક કોલોની સામાન્ય રીતે ૧૫-૨૦ કિ.ગ્રા. પરાગરજ એકત્રિત કરી શકે છે.

પાણી ૭-૧૦%, ફ્રૂડ પ્રોટીન ૨૦-૨૨%, એશ ૩%, ફેટ ૫%, કાર્બોહાઇડ્ર્ર્રેટ: રીડ્યુસિંગ સુગર ૨૬% અને નોન-રીડ્યુસિંગ સુગર ૩%

  • મધમાખીએ ભેગી કરેલી પરાગરજને પ્રકૃતિના સૌથી સંપૂર્ણ ખોરાક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં વિટામીન, મીનરલ્સ પાચક રસો અને એમીનો એસિડ આવેલા હોય છે જે અંગો અને ગ્રંથીઓને ઉત્તેજીત કરે છે અને તેની કાર્યશક્તિ વધારે છે.
  • પરદેશમાં મધમાખીએ ભેગી કરેલી પરાગરજનો ખુબ જ સારા પ્રોટીનયુક્ત ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
  • મધમાખીઓએ ભેગી કરેલી પરાગરજ ખાવાથી નબળા, અકાળે વૃધત્વ, વજનમાં ઘટાડો થવો અને કબજીયાત જેવી મુશ્કેલીઓ સામે રાહત મેળવી શકાય અને માનસિક શક્તિમાં વધારો તેમજમગજ તરફ લોહીના પ્રવાહમાં વધારો કરે છે.
  • આંતરડાની સમસ્યાઓ માટે સારો ઉપાય છે.

            રોયલ જેલી મધમાખીઓના યુવાન કામદાર વર્ગની જીભમાં આવેલ હાયપોફેરેન્જીયલ ગ્રંથીઓમાંથી સ્ત્રાવિત્ત થતો દૂધ જેવો સફેદ સ્ત્રાવિત પદાર્થ છે, જે નાની ઇયળો અને પુખ્ત રાણીના પોષણ માટે વપરાય છે. મધમાખીઓની કોલોનીમાં જ્યારે રાણી નબળેઐ થઇ જાય ત્યારે કામદાર વર્ગ નાની ઇયળોને અ પદાર્થ ખવડાવે છે અને તેને રાણી બનવા માટે સક્ષમ બનાવે છે. રોયલ જેલી તેના ખોરાકની ઉંચી પોષણ મૂલ્ય અને હોર્મોનલ ક્રિયાને કારણે કાર્યકર અને રાણી વચ્ચેનો તફાવતને દર્શાવે છે.

          પાણી ૫૭-૭૦%, પ્રોટીન ૧૭-૪૫%, ખાંડ ૧૮-૫૨%, લિપિડ ૩.૫-૧૯%, ખનીજ ૨-૩% અને વિટામિન્સ.

  • રોયલ જેલીમાં લીપોપ્રોટીન, વિટામીન “બી” અને ન્યુટ્રલ ગ્લીસરાઇડ હોય છે જેમાં રોગના ચેપને નાબૂદ કરવાના ગુણધર્મો હોય છે જે ટી-લીમ્ફોસાઇટના કોષના બંધારણને પ્રેરે છે અને વાઇરસ અને કેન્સરના કોષોને નાબૂદ કરવા માટે જવાબદાર છે.
  • રોયલ જેલી ચયાપચયની ક્રિયાને સામાન્ય બનાવે છે, તેની મૂત્રવર્ધક અસર છે. પેટ, યકૃત અને પાચન સમસ્યાઓ માટે રોયલ જેલીની ભલામણ કરવામાં આવે છે.
  • અંત:સ્ત્રાવી ગ્રંથિઓનું સંચાલન કરે છે.
  • મધમાખીઓ દ્વારા બનાવવામાં આવતી રોયલ જેલી એન્ટીબેક્ટેરીયલ, બળતરા વિરોધી, એન્ટીઓક્સીડન્ટ અને ગાંઠ વિરોધી ગુણધર્મો ધરાવે છે.
  • રોયલ જેલી એક ટોનિક છે, ઉર્જા પુન:સ્થાપિત કરે છે, હાઇ બ્લડ પ્રેશર, વજનમાં ઘટાડો, થાક, અનિદ્રા, ગર્ભાવસ્થા, મેનોપોઝ, અને ભૂખમાં સુધારો લાવવા વપરાય છે.
  • ચામડીની સુંદરતામાં વધારો અથવા જાળવણી કરે છે.

          રોયલ જેલીમાંથી બનતી ગૌણ પોષણક્ષમ ઉત્પાદકો: જિનસેંગ, રોયલ જેલી ગોળીઓ, ઉર્જા પીણાં, સ્ફટિકો, ચોકલેટ અને ક્રીમ તથા અન્ય સોંદર્ય પ્રસાધનો. તે શુદ્ધ અથવા મધ સાથે મિશ્ર ગ્લાસ ટ્યુબ અથવા કેપ્સ્યુલ્સમાં વેચાય છે.

           પ્રોપોલીસ એ મધમાખીઓ દ્વારા એકત્રિત કરેલ વૃક્ષો અને અન્ય વનસ્પતિઓની કળીઓ અથવા બાર્કમાંથી નીકળતો ઘાટા ભુરા રંગનો ચીકણો સુગંધિત પદાર્થ છે જે મીણ અને ઉત્સેચકો સાથે મિશ્રિત હોય છે.

             પ્રકૃતિમાં, મધમાખીઓ પ્રોપોલિસને તિરાડો ભરવા, મધપુડાને સપાટ કરવા, બ્રૂડના કોશિકાઓના વાર્નિશ, મધપુડાને મજબુત બનાવે છે અને મધપુડાને અન્ય ઓબ્જેક્ટને સીલ કરવા માટે ઉપયોગ કરે છે.

  • તે વિરોધી માઇક્રોબીયલ, બેક્ટેરીયલ અને ફંગલ ગુણધર્મો ધરાવે છે.
  • મોઢામાંના રોગકારક જીવાણુઓ, ઘા, ચાંદા વિગેરે સામે રક્ષણ આપે છે.
  • પ્રોપોલીસ રોગ પ્રતિકારકશક્તિ વધારે છે અને હિસ્ટેમાઇન (એમિનો એસિડ) બનવાની પ્રક્રિયાને પ્રેરે છે.
  • તેનો પ્રાણીઓના જખમોના ઉપચાર માટે પશુચિકિત્સા પદ્ધતિમાં ઉપયોગ થાય છે.
  • દાંતની દવામાં સારી એનેસ્થેટીક તરીકે કામ કરવું, તે માનવીઓમાં બર્ન્સ, બાહ્ય અલ્સર અને ખરજવાનું ઉપચાર કરે છે.

              પ્રોપોલિસ પાઉડર, ચ્યુઇંગમ, કેપ્સ્યુલ્સ, ગોળીઓ, ઉધરસ સીરપ અને માઉથવોશ અને પ્રોપોલીસમાંથી ઉપલબ્ધ છે.

                 બી વેનમ (મધમાખીનું ઝેર) કામદાર વર્ગની મધમાખીઓના ઉદર પ્રદેશમાંથી થતા એસિડીક અને બેઝિક સ્ત્રાવના મિશ્રનથી ઉત્પન્ન થતું કડવુ અને રંગવિહિન પ્રવાહી ઝેર છે, જે ઓરડાના તાપમાને ઝડપથી સૂકાય છે. નવી મધમાખીમાં બહુ ઓછું ઝેર હોય છે, પરંતુ ૧૫ દિવસની ઉંમરે આશરે૦.૩ મિલીગ્રામ જેટલું વધે છે.

  • મધમાખીના ઝેરમાં મેલિટીન, એપામીન અને એડોલેપીન નામના ઝેરી ઘટક તત્વો હોય છે જે ચામડી પર આવેલ સોજો ઘટાડવામાં મદદરૂપ નીવડે છે.
  • મધમાખીનુ ઝેર સંધિવા, સ્નાયુબંધપીડા, રાંઝાણ કે રાંઝણી, તીવ્ર દુ:ખાવો, મજ્જાતંતુઓના રોગો, અસ્થમા, કેન્સરના કોસઃઓ, ત્વચાના રોગો વગેરેથી રાહત આપે છે.
  • અતિસંવેદનશીલ વ્યક્તિઓના સંવેદનશીલતા માટે અને ચોક્કસ આંખના રોગોના ઉપચાર માટે વપરાશ છે.
  • તે રક્ત વાહિનીઓમાં કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડી રક્ત દબાણ નીચે લાવવા માટે વપરાય છે.

    બી વેનમમાંથી બનતી ગૌણ ઉત્પાદકો: ઇન્જેક્શન, મલ, ગોળીઓ વગેરે.

       મધમાખીઓએ એકત્રિત કરેલા પરાગમાંથી બી બ્રેડ તૈયાર થાય છે.

          મધમાખીનિ બ્રેડ પ્રોટીન, ચરબી, સુક્ષ્મ તત્વો અને વિટામિન્સનું સ્ત્રોત છે. મધમાખીની બ્રેડ મૂળ પરાગ કરતા ઓછા પ્રોટીન ધરાવે છે, પરંતુ તે સરળ શોષણ છે અને ભેજની સામગ્રીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

       આવશ્યક એમિનો એસિડવાળા પ્રોટીન, વિટામીન સી, બી-૧, બી-૨, ઇ, એચ (બાયોટીન), કે, પી (રુટીન), નિકોટોનિક એસિડ, ફોલિક એસિડ, ઉત્સેચકો અને અન્ય તત્વો વગેરે.

  • મધમાખીની બ્રેડ અને પરાગ બંને રોગપ્રતિકારક શક્તિ પર અસર કરે છે અને તંદુરસ્ત લોકોની એન્ટિ ઓક્સિડન્ટ સિસ્ટમ્સમાં ભૌતિક સુધારો કરી શકે છે.
  • મધમાખીની બ્રેડમાં વધારાની ઊર્જા આપીને રમતવીરોની કામગીરી વધારવાના ગુણધર્મો છે.
  • એનિમિયા, હિપેટાઇટિસ, ડાયાબિટીસ અને જઠરાંત્રિય રોગો માટે સારવાર ઉપરાંત ચયાપચયમાં સુધારો કરે છે.
  • મધમાખીની બ્રેડ કોલેસ્ટરોલ ઘટાડે છે, અને રક્તને શુદ્ધ કરે છે; બ્લડ પ્રેશર ઘટાડે છે.
  • મધમાખીની બ્રેડ, મધની જે, પ્રોસ્ટેટ સમસ્યાઓ રોકવા માટે આગ્રહણીય છે.