ભારત દેશ વિશ્વ કક્ષાએ મગફળીના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં આગવુ સ્થાન ધરાવે છે. મગફળીએ તેલીબીયા વર્ગનો અને ખેડૂતોને ઓછા ખર્ચે સારી આવક પૂરી પાડતો પાક છે. ભારતમાં મગફળીનું વાવેતર ૬પ થી ૭0 લાખ હેકટર વિસ્તારમાં થાય છે, ક્ષેત્રફળ અને ઉત્પાદનની બાબતમાં ભારતનું સ્થાન અનુક્રમે પ્રથમ અને બીજું છે. મગફળીની ખેતી કરતા રાજ્યોમાં ગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્ર મોખરાનું સ્થાન ધરાવે છે. મગફળીના પાકમાં રોગ અને જીવાતો દ્વારા ખુબ જ નુકસાન થતું હોય છે, જેનીસિધિ્ધ અસર ઉત્પાદન પર પડે છે. હાલના સમયમાં મગફળીની ખેતી કરતા, ખેડુતો આડેઘડ અને ખુખ જ ઝેરી જંતુનાશક દવાનો ઉપયોગ કરીને જીવાત નિયંત્રણ કરે છે, પરંત તેના કારણે ખર્ચમાં વધારો, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો, પર્યાવરણ પર માઠી અસર, જંતુનાશક દવાના ખોરાકમાં અવશેષો અને મનુષ્યના સ્વાસ્થ્ય સામે સમસ્યા જેવા કારણો ઉપસ્થિત થતા હોય છે. પરંતુ જો સમજણપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં, આવે તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
ભારતમા મગફળીના પાકમાં જમીનજન્ય જીવાતોમાં સૌથી ગંભીર પ્રશ્ન ધૈણનો છે. તે રેતાળ, મધ્યમ કાળી, ગોરાળુ અને સારી નીતારવાળી જમીનમાં જોવા મળે છે. આવી જમીન તેના અસિ્તત્વત અને વસ્તી ગુણાકાર માટે તદ્દન યોગ્ય છે.તે રાજસ્થાન,ગુજરાત, હરિયાણા,પંજાબ, યુ.પી.ના રાજયોમાં પ્રભાવી પ્રજાતિ છે અને સાથો સાથ તે તમામ ખરીફ પાકો પર આડઅસર કરે છે. સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં મગફળીમાં સફેદ ધૈણ (મુંડા) નું ૩૫% થી ૭૦% જેટલુંનુકશાન જોવા મળે છે.
ઓળખ:
ધૈણ (મુંડા)ના પુખ્ત ઢાલિયા કીટકો કાળા કે બદામી રંગના તેમજ પ્રમાણમાં નાના હોય છે. ઈંડા સફેદ રંગના ગોળ હોય છે. આ કીટકની ઇયળ સફેદ રંગની અને બદામી માથાવાળી, મજબુત મખાંગોવાળી તેમજ ત્રણ ઝોડી પગ ધરાવે છે. મોટી ઇયળો પોચા શરીરવાળી તથા મજબૂત બાંધાની હોય છે.તેને અડકતા ગોળ ગૂંચળું વળી પડી રહે છે.
નુકસાનઃ
ધૈણ (મુંડા)ના ઉપદ્રવ રેતાળ તેમજ ગોરાળું જમીનમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.ચોમાસાનો પ્રથમ વરસાદ થતાની સાથે જપુખ્ત ઢાલિયા કીટકો જમીનમાંથી બહાર નીકળી શેઢા પાળે ઉગેલા ઝાડો જેવા કે બાવળ, બોરડી, સરગવો, લીમડો, આંબલી વગેરેના પાન ખાય છે. વહેલા પરોઢીયે ચાસમાં જમીનની અંદર દાખલ થઇ એકલ દોકલ ઇંડા મૂકે છે. ઇયળો શરૂઆતમાં ચાસમાં પડેલા અર્ધ કોહવાયેલા કૂચા ખાઈને મોટી થાય છે. ઇયળો મોટી થતા છોડના બારીક મૂળ ખાય છે અને મુખ્ય મૂળ ખાઈને પણ પાકને નુકસાન કરે છે. પરિણામે હારમાં એક પછી એક છોડ પીળા પડી મુરજાઈને સુકાય જાય છે. આ રીતે તેનુ નુકસાન ચાસમાં આગળ વધતું જાય છે. વધુ ઉપદ્રવને લીધે ખેતરમાં મોટા ખાલા પડે છે અને પાકનો આડેધડ નાશ થવા લાગે છે.
જીવનચક્રઃ
વહેલી સવારે પુખ્ત માદા ઢાલિયા જમીનમાં દાખલ થઈ ચાસમાં છુટા છવાયા સફેદ રંગના ઇંડા મકે છે. ઇંડામાંથીઅઠવાડીયા બાદ નાની સફેદ રંગની ઇયળો નીકળે છે. ઇયળ અવસ્થા લગભગ બે થી અઢી મહિનાની હોય છે. ત્યારબાદ તે કોશેટા અવસ્થામાં જાય છે. કોશેટા અવસ્થા ૭ થી ૧૦ દિવસની ડોય છે. ત્યારબાદ કોશેટામાંથી ઢાલિયા કીટક બહાર આવી પોતાનું જીવનચક્ર ફરી ચાલુ રાખે છે. આમ તેની વર્ષમાં ર થી ૩ પેઢી જોવા મળે છે. ઢાલિયા કીટકો આશરે બે અઠવાડીયા સુધી જીવંત રહે છે.
ઉપદ્રવનો સમય:
ઢાલિયા કીટકો વરસાદ પડેલા જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહેતા હોય છે, જે ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જમીનમાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે અને રાત્રીના સમયે નર અને માદા ઢાલિયા ખેતરની આજુબાજુ શેઢાપાળા પર એકઠાં થઇ,ઝાડના પાન ખાય છે અને માદા ઢાલિયા વહેલી સવારે જમીનમાં દાખલ થઇ ચાસમાં છુટા છવાયા સફેદ રંગના ઇંડા મુકે છે. ઇયળ અવસ્થા મગફળીના પાકમાં શરૂઆતથી જ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ જીવાત મુખ્યત્વે સામાન્ય ભેજવાળું વાતાવરણ માફક આવે છે અને તેનો ઉપદ્રવ શરૂઆતથી પાક પૂર્ણ થયા સુધી જોવા મળે છે.
આ પણ વાચો: મગની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ
સંકલિત વ્યવસ્થાપન:
(૧) વાવેતરવખતે લેવાના પગલાં:
- ઉનાળામાં ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત કીટકો(ઢાલિયા) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરભમક્ષી ઓથી તેનો નાશ થશે.
- સાંજના સમયે ખેતરના શેઢાપાળા પરના ઝાડને હલાવી તેના પર બેઠેલા ઢાલિયાને નીચે પાડી કેરોસીન વાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો.
- શરૂઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના શેઢા પાળા પરના બધા જ ઝાડો ઉપર કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. દવાના (૧૫ લી. પાણીમાં ૨0 મી.લી. દવા) મિશ્રણનો છંટકાવ કરવાથી ઝાડ ઉપર એકઠાં થયેલાં ઢાલિયાનો નાશ થાય. આ કામગીરી ૩ થી ૪ દિવસમાં જ પૂર્ણકરવી જોઇએ.
- ધૈણ (મુંડા)ના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવા થી રાત્રી દરમ્યાન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવો.
- કલોરપાયરીફોસ ૨0% ઈ.સી. ૨૫ મી.લી. અથવા ફીપ્રોનીલ ૪૦% + ઈમીડાકલોપ્રીડ ૪0% ડબલ્યુંજી ૧-૫ ગ્રામ અથવા કલોથીયાનીડીન ૫૦% ડબલ્યુંડીજી ૪ ગ્રામ દવાનો ૧ કિલો બીજ દીઠ બીજને પટ્ટ આપી, બે ત્રણ કલાક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગકરવો.
- મુંડાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૧૫ વે.પા. (ન્યુનતમ ૨×૧૦૬ સીએફયુ/ગ્રામ) વાવેતર પહેલા એરંડીના ખોળ (૩00 કિ.ગ્રા/હે) સાથે, જમીનામાં આપવાની ભલામણ કરવામાં આવે છે.
(૨) ઊભા પાકમાં લેવાતા પગલાં:
- ઊભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ ઠેકટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારૂ નિયંત્રણ મળે છે. જો પિયતની સગવડન હોય તો પંપ દ્વારા, નોઝલ કાઢી કલોરપાયરીફોસ (૧૦ લીટર પાણીમાં પ૦મી.લી) દવાનું પ્રવાહી મિશ્રણ મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે, અથવા કલોરપાયરીફોસ ૪ લીટર દવા પ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સુકવી, આ રેતી એક ઠેકટર વિસ્તારમાં છોડના થડ પાસે પુખવી. ત્યારબાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું.
- મગફળીના ઊભા પાકમાં ધૈણ (મુંડા)નુ અસરકારક નિયંત્રણ માટે ઉગાવાના ૩0 દિવસ બાદ બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ડેનિ્સંગ દ્વારા ૫.0 કિ.ગ્રા./હેકટર પ્રમાણે જમીનામાં આપવાની ભલામણ કરવામાં આવે છે.
નોંધ: જંતુનાશક દવાનો છટકાવ કરતા પહેલા નજિક ના કૃષિવિજ્ઞાન કેંદ્ર, કૃષિ યુનિવર્સિટી અથવા તો એગ્રી સેન્ટર થી જાણકારી મેળવી લેવી.
સ્ત્રોત: કીટક શાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી